મતદાર જાગૃતિ કાર્યક્રમનો અહેવાલ (2022-2023)
12/08/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.12/08/2022ને શુક્રવારના રોજ સવારે 09:00 વાગ્યે કૉલેજના સેમિનાર હોલ ખાતે N.S.S. તથા સપ્તધારાની સામુદાયિક સેવાધારાના સયુંકત ઉપક્રમે મતદાર જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રસ્તુત કાર્યક્રમમાં કૉલેજના ડેઝીગ્નેટેડ ઓફિસર ડૉ.બી.બી.કાછડિયા ઝોનલ ઓફિસર ડૉ.આર.પી.પટેલ તથા કૉલેજના કેમ્પસ એમ્બેસેડર સેમેસ્ટર-3માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાકરિયા રાહુલ એચ. તથા N.S.S અને સામુદાયિક સેવાધારાના અધ્યક્ષ ડૉ.એફ.એફ.ખાન આ તકે ઉપસ્થિત રહ્યાં હતા. પ્રસ્તુત કાર્યક્રમમાં ડૉ.બી.બી.કાછડિયાએ મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. ડૉ.આર.પી.પટેલે મતદારોમાં જાગૃતિ માટે વાત કરી હતી તથા ડૉ.એફ.એફ.ખાને પ્રસંગોચિત્ત વક્તવ્ય આપ્યું હતું. આ તકે સમગ્ર સ્ટાફ તથા બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડૉ.એફ.એફ.ખાન તથા પ્રા.જે.એચ.કાચાએ કરેલ.