Apportunities in Sanskrit "संस्कृत ज्ञान वैभवम्।"
06/03/2023
Seminar Hall, D.H. College -Rajkot
તા. 06/03/2023 નાં રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટ ખાતે આચાર્યશ્રી ડો. એ. એસ. રાઠોડના માર્ગદર્શન હેઠળ એકસપર્ટ વ્યાખ્યાનનું આયોજન થયું હતું, જેમાં શ્રીસોમનાથ સંસ્કૃત યુનવર્સિટી - વેરાવળનાં જ્યોતિષ વિભાગના અધ્યાપક ડો. નિત્યાનંદ ઓઝાએ પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું તેમજ શ્રીસોમનાથ સંસ્કૃત યુનવર્સિટી - વેરાવળમાં ચલતા વિવિઘ અભ્યાસક્રમો, સરકારી યોજનાઓ, યુનિવર્સિટી તરફથી આપવામાં આવતી છાત્રવૃત્તિ અને આવાસ - નિવાસની સુવિધાઓનું વિસ્તારથી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃતભારતી - રાજકોટના અધ્યક્ષ શ્રીવિઠ્ઠલભાઈ વાગડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે રાજકોટ અને સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે સંસ્કૃતભારતી દ્વારા ચલાવવામાં આવતા વિવિધ પ્રકલ્પોનો વિસ્તારથી પરિચય આપી વિદ્યાર્થીઓને અવગત કર્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના 120 જેટલા વિદ્યાર્થીઓ તેમજ તમામ અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી વિભાગના અઘ્યક્ષ અને કોલેજના સિનિયર પ્રાધ્યાપક ડો.જે.એસ. ઉપાઘ્યાય સાહેબના માગૅદશૅન હેઠળ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અને સંકલન અત્રેની કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. જે.આર. તેરૈયા અને પ્રા. શ્રી હંસાબેન ગુજરિયાએ કર્યું હતું.