Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગુજરાતી વિભાગ (2022-2023) શિક્ષકદિવસનો અહેવાલ

05/09/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગ દ્વારા દ્વારા તા.05/09/2022ને સોમવારના રોજ બપોરે 12:00 વાગ્યે કૉલેજના રૂમ નંબર-21માં પ્રથમ વર્ષ બી.એ. સેમ-1નાં ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓના વર્ગમાં શિક્ષકદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે દ્વિતીય વર્ષ બી.એ. સેમ-3ના વિદ્યાર્થી ભટ્ટી મોહિત દિલીપભાઈએ ‘તુલસીક્યારો’ નવલકથાની સર્વાંગી વાત રજૂ કરી હતી. તો તૃતીય વર્ષ બી.એ. સેમ-5ના વિદ્યાર્થી ભલગામડિયા ગૌતમ હર્ષદભાઈએ ‘કિમ્બલરેવન્સવૂડ’ના કથાવસ્તુ વિશે વિગતે વાત કરી હતી. ઉપરાંત તૃતીય વર્ષ બી.એ. સેમ-5ના વિદ્યાર્થી મુંધવા અજય પાંચાભાઈએ સાહિત્ય સંજ્ઞાને સમજાવી હતી. આ તકે ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.જે.એસ.ઉપાધ્યાયની ઉપસ્થિતિ પણ પ્રેરક રહી હતી. ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.જે.એસ.ઉપાધ્યાયની સંમતિ, માર્ગદર્શન અને સુચન તળે પ્રવૃત્તિનું સમગ્ર આયોજન તથા સંચાલન ડૉ.એન.વી.જાની દ્વારા કરવામાં આવ્યું હતું.