Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

આંતર ક્લાસ (Intramural) ક્રોસકન્ટ્રી સ્પર્ધા (2022-2023)

23/07/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.23/07/2022ને શનિવારના રોજ સપ્તધારાના ખેલ,કૂદ યોગધારા અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કૉલેજ કક્ષાએ આંતર ક્લાસ એટલે કે કૉલેજમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીયવર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે (ક્રોસ કન્ટ્રી ભાઈઓ અને બહેન) સ્પર્ધાનું આયોજન કૉલેજના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 52 ભાઈઓ અને બહેનોએ નામ નોંધાવ્યા હતા. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડ સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ અને સપ્તધારાના અધ્યક્ષ ડૉ.એન.વી.જાની તથા સર્વે અધ્યાપકગણની સહાયથી પ્રસ્તુત સ્પર્ધાનું સફળ આયોજન થયું હતું. આ સ્પર્ધાનું સમગ્ર સંચાલન ખેલ,કૂદ યોગધારાના અધ્યક્ષ તથા શારીરિક શિક્ષણ વિભાગના પી.ટી.આઈ. ડૉ.એસ.એન.દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવસિૅટી આંતર કૉલેજ સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજનું પ્રતિનિધિત્વ કરશે.