હર ઘર તિરંગા સંદર્ભે રંગ, કલા કૌશલ્યધારા દ્વારા રંગોળીસ્પર્ધા (2022-2023)
13/08/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં સપ્તધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્યધારા સંદર્ભે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે ‘હર ઘર તિરંગા’ સંદર્ભે તા.13/08/2022ને શનિવારના રોજ બપોરે 03:00 થી 05:00 દરમિયાન કૉલેજની લોબીમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ રંગોળી સ્પર્ધામાં તિરંગાની થીમ પર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગોળી દોરવામાં દોરવામાં આવી હતી. રંગોળી સ્પર્ધામાં કુલ છ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે પાઈક શિવલી એસ. (સેમ-3), દ્વિતીય ક્રમે રમોદિયા સુમૈયા એસ. (સેમ-3) અને તૃતીય ક્રમે કાઝી નિરમા એમ. (સેમ-3)ના નામ જાહેર કરવામાં આવેલ. આ સ્પર્ધામાં સંસ્કૃત વિભાગના પ્રા.એચ.બી.ગુજરિયા તથા અંગ્રેજી વિભાગના ડૉ.કે.એસ.રાવલે નિર્ણાયક તરીકે ફરજ નિભાવેલ. રંગ-કલા કૌશલ્યધારાના અધ્યક્ષ ડૉ.આર.બી.વાઝા તથા ડૉ.કે.એસ.વાડોદરિયાએ સપ્તધારા અધ્યક્ષ ડૉ.એન.વી.જાની તથા સ્ટાફમિત્રોની સહાયથી સ્પર્ધા સફળતાપૂર્વક પાર પાડેલ. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર સ્પર્ધાનું આયોજન તથા સંચાલન ડૉ.આર.બી.વાઝા તથા ડૉ.કે.એસ.વાડોદરિયાએ કરેલ.