સપ્તધારા અંતર્ગત ખેલ,કૂદ યોગધારા દ્વારા હર ઘર તિરંગા સંદર્ભે ‘રન ફોર તિરંગા’નો અહેવાલ (2022-2023)
08/08/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં રમતગમત અને શારીરિક શિક્ષણ વિભાગ તથા ખેલ,કૂદ યોગધારા અને N.C.C. વિભાગના સયુંકત ઉપક્રમે હર ઘર તિરંગા સંદર્ભે તા.08/08/2022ને સોમવારના રોજ સવારે 11:00 વાગ્યે ‘રન ફોર તિરંગા’ રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કૉલેજના વિદ્યાર્થીઓએ ‘તિરંગા’ની શાન અને માનના અનુલક્ષ્યે રેલી કાઢી હતી. પ્રસ્તુત રેલીમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકશ્રીઓ જોડાયા હતા. કૉલેજના પ્રાંગણમાંથી નીકળેલ રેલી ફરી કૉલેજના જ પ્રાંગણમાં વિરામ પામી હતી. રેલીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ વિષયક નારા લગાવ્યા હતા તથા દેશભક્તિ ગીતો પણ ગાયા હતા. રમતગમત અને શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડૉ.એસ.એન.દવે તથા N.C.C. વિભાગના અધ્યક્ષ ડૉ.એસ.આર.ભારદ્વાજે સ્ટાફમિત્રોની સહાયથી રેલી સફળતાપૂર્વક પાર પાડેલ. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન રમતગમત અને શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડૉ.એસ.એન.દવે તથા N.C.C. વિભાગના અધ્યક્ષ ડૉ.એસ.આર.ભારદ્વાજે કરેલ.