ગીત, સંગીત નૃત્યધારા અંતર્ગત વર્ષાગીત ગાયન અહેવાલ (2022-2023)
30/07/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ-રાજકોટમાં સપ્તધારા અંતર્ગત ગીત સંગીત નૃત્યધારા દ્વારા તા.30/07/2022ને શનિવારના રોજ સવારે 11:40 વાગ્યે ઓડિટોરિયમમાં વર્ષા ગીત ગાયન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષ ડો.જે.જે.વ્યાસ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. કાર્યક્રમની શરૂઆતમાં ગઢવી આર્યન વી.એ ‘બે ઘડીક નાચી લે મોરલા’ તથા ‘હલકી હલકી બારીશ’ ગીત રજૂ કર્યું હતું. ત્યારબાદ ધોળકિયા એલીશા ડી.એ ‘મૈ બારીશ કી બોલી સમજતા નહીં થા’ ગીતની રજૂઆત કરેલ. કાર્યક્રમને આગળ વધારતા માંડલિયા સાહિલ યુ. દ્વારા ‘સાવ અચાનક મુશળધારે’ ગીત પર તબલાવાદન કરીને પોતાની વાદ્યકલાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. પાઈક શિવલી એસ.એ ‘બરસો રે મેઘા મેઘા’ ગીતનું ગાયન સંગીતની સુમધુર સૂરાવલિ સાથે રજૂ કર્યું. વિશ્વકર્મા પ્રિયંકા એસ. તથા રાયચુરા માનસી એ. દ્વારા સંયુક્ત રીતે ‘વા વાયા ને વાદળ ઉમટ્યા’ તથા ‘વાદલડી વરસી રે’નું મેશઅપ રજૂ કરેલ. રાઠોડ પ્રતીક એ. ‘કભી જો બાદલ બરસે’નું વાંસળીવાદન કરીને સૂરોને રેલાવેલ. ત્યારબાદ પંચોલી પાર્થે “Give me Some rain“ ગીત રજૂ કરેલ. કુકડીયા મહેશ કે. દ્વારા ‘મન મોર બની થનગાટ કરે’ ગીતની રજૂઆત કરેલ. કાર્યક્રમના અંતમાં ગઢવી આર્યન વી. અને પંચોલી પાર્થે સંયુક્ત રીતે ‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે’ ગીત રજૂ કરેલ. ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસ તથા ડૉ.એચ.જી.જગોદડિયાએ સપ્તધારા અધ્યક્ષ ડૉ.એન.વી.જાની તથા સ્ટાફમિત્રોની સહાયથી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડેલ. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસ તથા ડૉ.એચ.જી.જગોદડિયાએ કરેલ.