Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

World Nature Conservation Day 28-07-2022

28/07/2022
Dharmendrasinhji Arts College, Rajkot (Geography Department)

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓ પ્રકૃતિ વિશે વઘુમાં વઘુ જાગૃત થાય અને એના વિશે માહિતી મળે તે માટે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની (28/07/2022) ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ દર વર્ષે 28 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં ભૂગોળ વિભાગ દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણીના ભાગ રૂપે વ્યાખ્યાન, ટૂંક નોંધ અને ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણીના ભાગરૂપે “પ્રકૃતિ સંરક્ષણ” પર વ્યાખ્યાન ભૂગોળ વિભાગના અધ્યક્ષ ડો. એસ. આર. ભારદ્વાજ સાહેબ, પ્રાધ્યાપક શ્રી રીતેશકુમાર પી. પટેલ અને પ્રાધ્યાપક શ્રી જે. જે. વાલાણી દ્વારા આપવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં મુખ્યત્વે નીચે દર્શાવેલ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો ઉદ્દેશ્ય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ જેવા કુદરતી સંસાધનોના સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. પૃથ્વીની સુંદરતા જાળવી રાખવા માટે આપણે તેના સંસાધનોની કાળજી લેવી પડશે. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણીનો મુખ્ય ધ્યેય લુપ્ત થવાના જોખમમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને બચાવવાનો છે. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ આપણી ભાવિ પેઢીઓ માટે પર્યાવરણના રક્ષણ માટે ઉજવવામાં આવે છે. પૃથ્વીએ આપણને જીવન માટે મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડી છે જેમ કે પાણી, હવા, માટી, ખનિજો, વૃક્ષો, પ્રાણીઓ, ખોરાક વગેરે. તેથી આપણે પ્રકૃતિને સ્વચ્છ અને સ્વસ્થ રાખવી જોઈએ. પ્રકૃતિનું સંરક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેની બગડતી સ્થિતિ માટે ઔદ્યોગિક વિકાસ સહિત અન્ય ઘણા પરિબળો જવાબદાર છે. આપણે જે કંઈ કરીએ છીએ તે પ્રત્યક્ષ કે આડકતરી રીતે પ્રકૃતિને અસર કરે છે. એટલા માટે આપણે કોઈપણ પ્રકારનું પગલું ભરતા પહેલા વિચારવું જોઈએ કે તેની પ્રકૃતિ વગેરે પર કોઈ નકારાત્મક અસર તો નહીં પડે. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી કાર્યક્રમ માટે માર્ગદર્શન અત્રેની કોલેજના આચાર્ય શ્રી ડો. એ. એસ. રાઠૌર સાહેબ તથા ભૂગોળ વિષયના અધ્યક્ષ ડો. એસ. આર. ભારદ્વાજ સાહેબ દ્વારા આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને કોલેજના પ્રાધ્યાપકો હાજર રહેતા આયોજકો અને સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થયો હતો. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસના સંદર્ભમાં એક ટૂંક નોંધ અને ચિત્રસ્પર્ધાનું પણ આયોજન ભૂગોળ વિભાગના પ્રાધ્યાપક શ્રી રીતેશકુમાર પી. પટેલ અને પ્રાધ્યાપક શ્રી જે. જે. વાલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં 35 જેટલા વિદ્યાર્થીઓએે ભાગ લીધો હતો. જેનું પરિણામ નીચે આપેલ છે. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ “વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ” (28/07/2022) નિમિત્તે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓનું પરિણામ Short Essay Rank Score Name 1 21/25 RANGAPARA PRAKASH D. 2 19/25 VANSH BHAVESH B. 3 17/25 VADHER JAYESH N. Poster Making Rank Score Name 1 23/25 CHAUHAN PRAKASHKUMAR B. 2 19/25 JOGARAJIYA BABUL V. 3 16/25 ZANPDIYA CHANDRESHBHAI R.