સ્થાપના દિવસનો અહેવાલ (2021-2022)
16/12/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં તા.16/12/2021ને ગુરુવારે સવારે 11:00 વાગ્યે ઓડીટોરિયમમાં અત્રેની સંસ્થાનો ચોર્યાશીમો સ્થાપના દિવસ ઉજવાઈ ગયો. કાર્યક્રમની શરૂઆતમાં મારુ ઉત્તમ જે. દ્વારા સરસ્વતી વંદના રજૂ થઈ. ત્યારબાદ નિમાવત આસ્થા જી.એ ‘શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન ...’ પર નૃત્યાત્મક સ્તુતિ રજૂ કરી. બાદમાં ચૌહાણ પ્રકાશ બી.એ કૉલેજના રાજકીય ઈતિહાસ વિશે વાત કરેલ, તો ઠાકર પાયલ એ.એ કૉલેજના સાહિત્યિક ઈતિહાસ પર વાત કરી હતી. ત્યાર પછી ઈતિહાસ વિભાગના અધ્યક્ષ એ.એસ.પૂંજાણીએ કૉલેજની સ્થાપના કઈ રીતે, ક્યારે, કેમ થઈ તેના વિશે માહિતગાર કરેલ. તો ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ કૉલેજની સ્થાપનાથી માંડીને વર્તમાન સુધીનું સૂક્ષ્મ ચિત્ર રજૂ કરી આપ્યું હતું. બાદમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયેલ. જેમાં માંડલિયા સાહિલ યુ.એ ગીત પર તબલાં સંગત રજૂ કરી હતી. ઝાપડિયા રોહિત જી. એ દુલા ભાયા કાગનું ગીત ગાઈને રજૂ કરેલ જેની સાથે તબલાં પર માંડલિયા સાહિલ યુ. તથા ખંજરી પર તેરૈયા રશ્મિ એ.એ સાથ આપેલ. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ તરીકે રાજસ્થાની નૃત્ય ઘુમ્મર રજૂ કરવામાં આવેલ. જે સાકરિયા જાનવી વી., ભોજવિયા તુલસી આર., તેરૈયા રશ્મિ એ., મેમરિયા રિદ્ધિ પી., નિમાવત આસ્થા જી. દ્વારા રજૂઆત પામેલ. આભારવિધિ ડૉ.એન.વી.જાની દ્વારા સંપન્ન કરવામાં આવેલ. અંતે સમૂહમાં રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ સમાપ્ત જાહેર કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન ભલગામડિયા ગૌતમ એચ. દ્વારા સુચારુરૂપે કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીના સૂચન તથા માર્ગદર્શન અને ડૉ.જે.જે.વ્યાસ તથા અન્ય અધ્યાપકશ્રીઓના સહકારથી સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ.એન.વી.જાનીએ પાર પાડેલ.