Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

કન્યા વિદ્યા સહાય યોજના’ (2021-2022)

29/10/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

નોટિસ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.28/10/2021ને ગુરુવારના રોજ બપોરે 03:00 વાગ્યે ઓડીટોરિયમમાં ‘કન્યા વિદ્યા સહાય યોજના’નો કાર્યક્રમ આયોજિત થઈ ગયો. અત્રેની કૉલેજના અધ્યાપકશ્રીઓ દ્વારા કન્યા ઉત્કર્ષ માટે તથા કન્યા કેળવણીને વેગ આપવા સ્વૈચ્છિકપણે ચાલતી ‘કન્યા વિદ્યા સહાય યોજના’ (2021-2022) અંતર્ગત સેમ-1ની વિદ્યાર્થિની બહેનોને આ કાર્યક્રમ દરમિયાન ફી પરત કરવામાં આવેલ. કૉલેજના અધ્યાપકગણના હસ્તે વિદ્યાર્થિનીઓને ફી પરત કરાયેલ. આ તકે બહોળી સંખ્યામાં અધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહેલા. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન કન્યા વિદ્યા સહાય યોજનાના અધ્યક્ષશ્રી ડૉ.બી.બી.કાછડિયાએ કરેલ. કાર્યક્રમનું સુચારું સંચાલન ડૉ.એન.વી.જાનીએ કરેલ.