નવરાત્રિનો અહેવાલ (2021-2022)
09/10/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટની સપ્તધારા સમિતિ અંતર્ગત ગીત-સંગીત-નૃત્યધારા દ્વારા તા.09/10/2021ને શનિવારનાં સવારે 09:00 વાગ્યે કૉલેજ કેમ્પસમાં નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆતમાં અધ્યાપક્શ્રીઓ તથા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ મળીને સમૂહમાં આદ્યશક્તિની આરતી કરી હતી. ત્યારબાદ ત્રણ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ગરબે રમાડવામાં આવ્યા હતા. નવરાત્રિ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખૂબ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તકે ‘વેલ પ્લે’ અને ‘વેલ ડ્રેસ’ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘વેલ પ્લે’ સ્પર્ધામાં ભાઈઓમાં પ્રથમ ક્રમે પરમાર દેવ, દ્વિતીય ક્રમે બે વિદ્યાર્થી- ઝાલા અભિજીત અને ચૌહાણ અભિષેક, તૃતીય ક્રમ પર પણ બે વિદ્યાર્થી- ચૌહાણ પિયુષ તથા ડાભી ધ્રુવિતના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ‘વેલ પ્લે’ સ્પર્ધામાં બહેનોમાં પ્રથમ ક્રમે નિમાવત આસ્થા, દ્વિતીય ક્રમે સાકરિયા જાહ્નવી, તૃતીય ક્રમે ભોજવિયા તુલસી આવેલ. જયારે ‘વેલ ડ્રેસ’ સ્પર્ધામાં ભાઈઓમાં પ્રથમ ક્રમે પાલા દીપ, દ્વિતીય ક્રમે લશ્કરી જયદીપ, તૃતીય ક્રમે જાડેજા વિક્રમ આવેલ. બહેનોમાં પ્રથમ ક્રમે ઝાલા જ્યોત્સના, દ્વિતીય ક્રમે પરમાર સોનલ, તૃતીય ક્રમે ઝાપડા પૂરી આવેલ. આ તકે નિર્ણાયક તરીકેની જવાબદારી ડૉ.હેમલ એમ. વ્યાસ, ડૉ.નેહલ વી. જાની તેમજ ડૉ.ભાવેશ બી. કાછડીયાએ નિભાવેલ. કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન ગીત- સંગીત-નૃત્યધારાનાં અધ્યક્ષ ડૉ.જાગૃતિ જે.વ્યાસએ કરેલ તથા ડૉ.હર્ષિદા જી. જગોદડીયાએ સાથે રહીને કાર્યક્રમની સફળતા માટે પ્રયત્ન કરેલ. સપ્તધારાના અધ્યક્ષ ડૉ.એન.વી.જાનીએ પણ સતત પ્રોત્સાહિત કરેલ. વિજેતા વિદ્યાર્થીઓના નામની જાહેરાત બાદ સૌને પ્રસાદી આપી સામૂહિક રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ.