Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

World Tourism Day

27/09/2021
DH College, Department of Geography - Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓ પર્યટન વિશે વઘુમાં વઘુ જાગૃત થાય અને એના વિશે માહિતી મળે તે માટે વિશ્વ પર્યટન દિવસની (27/09/2020) ઉજવણી કરવામાં આવી હતી.યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા, વિશ્વના લોકોને પર્યટન માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી દર વર્ષના 27સપ્ટેમ્બરના દિવસને “વિશ્વ પર્યટન દિવસની” (World Tourism Day)તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત 1980થી કરવામાં આવી છે. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંવિશ્વ પર્યટન દિવસનીઉજવણીના ભાગ રૂપે વ્યાખ્યાન, ટૂંક નોંધ અને ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યટન દિવસનીઉજવણી કાર્યક્રમ માટે માર્ગદર્શ અત્રેની કોલેજના આચાર્યશ્રી ડો. એ. એસ. રાઠૌર સાહેબ તથા ભૂગોળ વિષયના અધ્યક્ષ ડો. એસ. આર. ભારદ્વાજ સાહેબદ્વારા આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને કોલેજનાપ્રાધ્યાપકો હાજર રહેતા આયોજકો અને સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થયો હતો. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં વિશ્વ પર્યટન દિવસનીઉજવણીના ભાગરૂપે “‘Tourism for Inclusive Growth’” પર એક વ્યાખ્યાન ભૂગોળ વિભાગના પ્રાધ્યાપક શ્રી રીતેશકુમાર પી. પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે વિશ્વ પર્યટન દિવસના સંદર્ભમાં એક ટૂંક નોંધ અને ચિત્રસ્પર્ધાનું પણ આયોજન ભૂગોળ વિભાગના પ્રાધ્યાપકશ્રી રીતેશકુમાર પી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં 35 જેટલા વિદ્યાર્થીઓએે ભાગ લીધો હતો. જેનું પરિણામ નીચે આપેલ છે. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ “વિશ્વ પર્યટન દિવસ” (27/09/2021) નિમિત્તે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓનું પરિણામ Short Essay Rank Score Name 1 23/25 FUFAR SARFRAJ FARUKBHAI 2 21/25 SOLANKI VAVITA DEVABHAI 3 18/25 RANGAPARA PRAKASH DILIPBHAI Poster Making Rank Score Name 1 22/25 CHAVDA KIRANBEN DALSUKHBHAI 2 20/25 GRAMBHADIYA AKSHAYKUMAR MALABHAI 3 19/25 BAVALIYA SONALBEN KALABHAI