આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ નિબંધસ્પર્ધા (2021-2022)
13/08/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.13/08/2021ને શુક્રવારના રોજ કૉલેજ કક્ષાએ જ્ઞાનધારા અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે રૂમ નંબર-17માં સવારે 11:00 વાગ્યે નિબંધસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહીને દેશભક્તિ, સ્વતંત્રતા સેનાની તથા એમના સંઘર્ષ વગેરે થીમ પર નિબંધલેખન કર્યું હતું. સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંસ્કૃત વિભાગના ડૉ.જી.પી.જાદવે સેવા આપેલ. સ્પર્ધામાં આ પ્રમાણે વિદ્યાર્થીઓને વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. (1) સાકરિયા જ્હાનવી વી. (2) જાડેજા દિવ્યાબા આર. (2) ચૌહાણ પ્રકાશ બી. (3) નાગલાણી હર્ષ કે. (3) પરમાર સંદીપ આર. ના નામ જાહેર કરવામાં આવ્યા હતા. કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્પર્ધાનું સફળ આયોજન તથા સંચાલન જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડાએ કરેલ તથા ડૉ.આર.આર.ડેકાણીએ સાથે રહીને કાર્યક્રમની સફળતા માટે પ્રયત્ન કરેલ. સપ્તધારાના અધ્યક્ષ ડૉ.એન.વી.જાનીએ પણ સતત પ્રોત્સાહિત કરેલ.