Dharmendrasinhji College Student
Alumni Association - Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટમાં એલ્યુમિની એસોશિએશનનું અધિવેશન

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટમાં એલ્યુમિની એસોશિએશનનું અધિવેશન

17/07/2022
DH College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી કોલેજ એલ્યુમિની અસોશિએશનની સામાન્યસભા તા -૧૭ /૦૪/૨૦૨૨ને રવિવારના રોજ ધર્મેન્દ્રસિંહજી કોલેજના ઓડીટોરીયમ ખાતે આચાર્યશ્રી ડો .એ .એસ .રાઠોડની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી .કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય અને સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યું હતો .ત્યાર બાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા કોલેજના ભવ્ય ઈતિહાસ ,એલ્યુમિની અસોશિએશના રજિસ્ટ્રેશન, આ મંડળની ભાવી યોજના સંદર્ભે મંડળના મહામંત્રી પ્રા. એ .આર .પુંજાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું .આચાર્યશ્રી દ્વારા કોલેજના સમગ્ર વિકાસ સંદર્ભે પ્રસંગોચિત ઉદબોધન આપવામાં આવ્યું હતું . આ પ્રસંગે સૌરષ્ટ્રની જૂની અને નામાંકિત કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .જેમાં વ્યાસ સાહેબ ,મહેતા સાહેબ ,ડો .મુકેશ તન્ના ,ગૌતમભાઈ દવે ,અતુલભાઈ ત્રિવેદી દ્વારા પોતાના વિચારો રજુ કરી સંસ્થાના વિકાસ અર્થે સૂચનો આપવામાં આવેલ હતા તથા મંડળને આર્થિક ભેટ પણ આપવામાં આવી હતી .આ બેઠકમાં કોલેજના વિકાસ અર્થે ગહન વિચાર-વિમર્શસાથે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં કોલેજ પ્રત્યેની નિષ્ઠા ,લાગણી અને કોલેજના વિકાસ માટેની પ્રતિબદ્ધતા જોવામાં મળી હતી. કાર્યક્રમના અંતે ડો .જે .એસ .ઉપાધ્યાય દ્વાર અભાર દર્સન કરવામાં આવ્યું.કાર્યક્રમાંનું સુચારુ સંચાલન ડો .નેહલ જાની દ્વારા કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજના એલ્યુમિની એસોશિએશનના મંત્રી પ્રા. એ .આર .પુંજાણી અને ખજાનચી ડો .રવિકુમાર ડેકાણી દ્વારા કરવામાં આવ્યું હતું .સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો .એસ .આર ભારદ્વાજ , ડો.બી.બી કાછડિયા , પ્રા .રીતેશ પટેલ ,ડો .હર્ષિદા જગોદડીયા , ડો .હેમલ વ્યાસ ,ડો ,માલતી પાંડે ,ડો .ફરુક ખાન ,ડો .કેતન બુહા .ડો હાર્દિક ગોહિલ ,ડો જીગ્નેશ કાચા ,ડો જયા વઢેળ , ડો .જાગૃતિ વ્યાસ ,ડો રાજેશ્રી વાજા , ડો .ક્રિષ્ના દૈય ,ડો .જસ્મીના સારડા ,ડો .કલ્યાણી રાવલ ,હંસા ગુજરિયા અને કિરણ વડોદરિયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી .કાર્યક્રમના અંતે કોલેજમાં વિદ્યાર્થીઓનો મેળાવડો જોવા મળ્યો હતો .